Site icon Time News

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે, ઉત્તરભારતના ધુમ્મસ અને પવનોનું જોર વધી રહ્યું છે જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી લાગી રહી છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હાલમાં બદલાતા પવનોની દિશાના કારણે ક્યાંક ક્યાંક માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ છે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે, છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું જોર વધ્યુ છે, આજે અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગુજરાતમાં સરેરાશ 10.03 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, આવતા અઠવાડિયામાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 23મી જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. સાથે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

Exit mobile version