Site icon Time News

કોકરોચ પાર્ટીનું અલ્ટીમેટમ- મુખ્ય ચૂંટણી કમિશનર 48 કલાકમાં રાજીનામું આપે:નહીં તો દેશભરમાં આંદોલન કરીશું

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 48 કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું. પાર્ટીએ કહ્યું કે જો તેમણે રાજીનામું નહીં આપ્યું તો દેશભરમાં આંદોલન કરવામાં આવશે અને ત્યારબાદ દિલ્હીમાં પ્રદર્શન કરવામાં આવશે.

CJPના સ્થાપક અભિજીત દીપકેએ દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- જ્ઞાનેશ કુમાર આ દેશના સૌથી મોટા ગદ્દાર છે. તેમણે SIR દ્વારા દેશમાં 13 કરોડથી વધુ મત ડિલીટ કર્યા છે. લોકો પાસેથી મત આપવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે.

દીપકેએ કહ્યું- લોકશાહીનો અર્થ એ છે કે જનતા પોતાની સરકાર પસંદ કરે. પરંતુ જ્યારથી જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે, ત્યારથી સરકાર એ નક્કી કરી રહી છે કે કોણ મત આપશે અને કોણ નહીં.

બુધવારે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ SIRને લઈને છેલ્લા 10 મહિનામાં કમિશનના નિર્ણયો અને આદેશો સામે ઓછામાં ઓછા 14 વખત વાંધો નોંધાવ્યો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

ગત લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ 240 બેઠકો પર સીમિત થઈ ગયો, ત્યારે તેમને લાગ્યું કે દેશનો મૂડ બદલાઈ રહ્યો છે. પ્રાદેશિક પક્ષો ખૂબ મજબૂત બનીને સામે આવ્યા હતા. એક પછી એક કરીને તેમને હરાવવામાં આવ્યા. મમતા બેનર્જીની બેઠક પર 50 હજાર મત ડિલીટ કરવામાં આવે છે, જેના કારણે તેઓ હારી જાય છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની બેઠક પર 40 હજાર મત ડિલીટ કરવામાં આવ્યા અને તેઓ હારી ગયા.

સૌરભ દાસે કહ્યું, ‘આ સિસ્ટમ બદલવી જોઈએ, પરંતુ આ સિસ્ટમ કેવી રીતે બદલાશે? તમારી પાસે માત્ર એક જ સાધન છે- મત. જો આ પણ તમારી પાસેથી છીનવી લેવામાં આવે તો બદલાવ કેવી રીતે આવશે? સમગ્ર દેશમાં લોકો અમને પૂછે છે કે કેવી રીતે બદલાશે, આપણા મતનું કોઈ મહત્વ નથી. હવે જે રિપોર્ટ આવ્યો છે તે દેશના તમામ યુવાનોએ વાંચવો જોઈએ. SIR દ્વારા તમે 13 કરોડથી વધુ મતદારોને ડિલીટ કરી દીધા છે. ગઈકાલે પણ રિપોર્ટ આવ્યો હતો અને આજે પણ આવ્યો છે. છેલ્લા 10 મહિનામાં ચૂંટણી પંચમાં 14 વાંધાઓ નોંધાયા છે. બે અન્ય ચૂંટણી કમિશનરોએ ઘણી બધી ગેરકાયદેસર બાબતો ફાઇલમાં લખી અને કહ્યું કે બધું સારું નથી.’

જોકે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને સામે આવેલા મીડિયા અહેવાલ પર ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પંચે કહ્યું હતું કે બહુમતી સભ્યો ધરાવતી બંધારણીય સંસ્થામાં અલગ-અલગ મતો, સૂચનો અને ટિપ્પણીઓ આવવી સામાન્ય પ્રક્રિયા છે.

પંચે કહ્યું કે SIR સહિત છેલ્લા એક વર્ષમાં લેવાયેલા તમામ અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે. ઇન્ડિયન એક્સપ્રેસના તે અહેવાલ બાદ આ સ્પષ્ટતા કરવામાં આવી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત વાંધો નોંધાવ્યો હતો.

અહેવાલમાં ફોર્મ-6માં ફેરફાર, મતદાર યાદીમાં નામ ઉમેરવા-દૂર કરવા અને મતદાર ડેટાબેઝના કેન્દ્રીકરણ જેવા મુદ્દાઓ પર વાંધાઓનો ઉલ્લેખ હતો. ચૂંટણી પંચે આ દાવાઓ પર 8 મુદ્દામાં પોતાનો જવાબ આપ્યો છે.

Exit mobile version