
ગાંઘીનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આ મહિનામાં લગભગ બીજી વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે. વાસ્તવમાં અગાઉ CM ભૂપેન્દ્ર પટેલ, Dy.CM હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ 13 ડિસેમ્બરે સાંજે દિલ્હી ગયા હતા. જોકે હવે ફરી એકવાર CM દિલ્હી જઈ રહ્યા હોય અનેક અટકળોને વેગ મળ્યો છે. આ તરફ સામે આવ્યું છે કે, CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. જોકે આ કાર્યક્રમની વચ્ચે તેઓ અમિત શાહ અને ભાજપના નવા અધ્યક્ષને પણ મળી શકે છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ શપથગ્રહણ કર્યા બાદ હવે ટૂંક સમયમાં સંગઠનાત્મક ફેરફારો જોવા મળી શકે છે. આ તરફ અગાઉ CM, Dy.CM અને પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ્યારે દિલ્હી ગયા હતઆ ત્યારે પણ સંગઠનાત્મક ફેરફારોનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જોકે હવે ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર દિલ્લી મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે આ વાતને વધુ વેગ મળ્યો છે.
વિગતો મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લીમાં પૂર્વનિર્ધારિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મુખ્યમંત્રી દિલ્લીમાં યોજાનારા ક્રેડાઈ (CREDAI)ના કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે, જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો સાથે ચર્ચા થવાની સંભાવના છે. આ કાર્યક્રમ દરમિયાન વિકાસ અને રોકાણને લઈને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.આ તરફ હવે એક ચર્ચા એવી છે કે, પોતાના દિલ્લી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક થઈ છે. શક્યતા છે. આ બેઠકમાં સંગઠનાત્મક તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની ધારણા છે. જોકે હજી સુધી આ અંગે કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી.
