Site icon Time News

દેશમાં વરસાદને લઈને ચિંતાના વાદળો ઘેરાયા:ગુજરાત સહિત દેશના 70% ભાગમાં ચોમાસું ગાયબ

દેશના લગભગ 70% ભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ થઈ ગયા છે. રાજસ્થાન, દિલ્હી-NCR, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના પણ ઓછી છે.

વરસાદ રોકાઈ જવાથી મધ્ય પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન વધી ગયું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

જોકે, કેટલાક ભાગોમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. બંને રાજ્યોમાં લેન્ડસ્લાઇડના કારણે કુલ 440 રસ્તાઓ બંધ થઈ ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે. પહાડો પર થઈ રહેલા વરસાદના કારણે મેદાની વિસ્તારોમાં ગંગા નદીનું જળસ્તર વધવા લાગ્યું છે. પ્રયાગરાજ અને ઋષિકેશથી આ પ્રકારની તસવીરો પણ સામે આવી છે.

Exit mobile version