Site icon Time News

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું, 2 લોકો ગુમ:80 ઘરમાં 2 ફૂટ સુધી કાટમાળ ભરાયો

Oplus_131072

શુક્રવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલીમાં વાદળ ફાટ્યું. આ ઘટના રાત્રે 12:30 થી 1 વાગ્યાની વચ્ચે બની હતી. ભારે વરસાદ અને કાટમાળને કારણે SDM નિવાસસ્થાન સહિત ઘણા ઘરોમાં કાટમળ ઘૂસી ગયો. ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા. 2 લોકો ગુમ છે.

બીજી તરફ રાજસ્થાનના 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. ચિત્તોડગઢ, બારન, ટોંક, સવાઈ માધોપુર, ઝાલાવાડ, કોટા, બુંદી, ડુંગરપુર, ભીલવાડામાં શનિવારે શાળાઓ બંધ રહેશે.

બુંદીના નૈનવાનમાં 9 કલાકમાં 13 ઇંચ પાણી પડી ગયું. ભીલવાડાના બિજોલિયામાં 24 કલાકમાં 6.5 ઈંચ વરસાદને કારણે પંચનપુરા ડેમ ઓવરફ્લો થઈ ગયો. એરુ નદી છલકાઈ ગઈ. જયપુરમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

બીજી તરફ ઉજ્જૈન સહિત મધ્યપ્રદેશના 13 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવારે ભોપાલ સહિત 20 જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. 16 જૂને રાજ્યમાં ચોમાસુ આવ્યું હતું. ત્યારથી સરેરાશ 33.6 ઇંચ વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં 27.4 ઇંચ વરસાદ પડવાનો હતો. આ મુજબ, 6.2 ઇંચ વધુ પાણી પડ્યું છે.

Exit mobile version