
ગુજરાતના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતીકાલે આવશે. વાસ્તવમાં આવતીકાલે સવારે 8 વાગ્યે રાજ્યના બોર્ડનું SSC પરિણામ સત્તાવાર રીતે જાહેર થવાનું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઑનલાઇન ચકાસી શકશે. તેના માટે GSHSEBની અધિકૃત વેબસાઇટ gseb.org પર જઈને બેઠક નંબર દાખલ કરવો રહેશે. પરિણામ જાહેર થતાં જ વેબસાઇટ પર સીધી લિંક ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી માર્કશીટ જોઈ શકે.
મહત્વનું છે કે, આ વખતે બોર્ડે વધુ એક સરળ વિકલ્પ પણ આપ્યો છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ મેળવી શકશે. તેના માટે 6357300971 નંબર પર પોતાનો બેઠક નંબર મોકલતાં જ પરિણામ ફોન પર મળી જશે. ખાસ કરીને જ્યાં ઈન્ટરનેટની સગવડ ઓછી છે, ત્યાં આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે.
માત્ર ધોરણ 10નું પરિણામ જ નહીં, પરંતુ સંસ્કૃત પ્રથમ વિષયની પરીક્ષાનું પરિણામ પણ આવતીકાલે જ જાહેર થવાનું છે. આથી સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ માટે પણ આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે.
અમદાવાદમાં માધવપુરા વિસ્તારમાં યુવકની નિર્મમ હત્યા – https://www.instagram.com/reel/DX80oM8ujQl/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://બંગાળમાં નવી ભાજપ સરકારના શપથગ્રહણની તારીખ આવી સામે, કોણ બનશે મુખ્યમંત્રી?
