Site icon Time News

Gandhinagar: નાના અને મધ્યમવર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રીનો નિર્ણય, રહેણાંક મકાનમાં ટ્રાન્સફર માટેની ડ્યૂટીમાં પણ મળશે લાભ

Gandhinagar: Gujarat Chief Minister Bhupendra Patel addresses the ‘Quality Conclave’ organised by the Bureau of Indian Standards (BIS) to mark the 78th Foundation Day in Gandhinagar on Monday, January 6, 2024. (Photo: IANS)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નાના અને મધ્યમવર્ગીય લોકોના હિતમાં નિર્ણય લીધો હતો. રહેણાંક મકાનમાં ટ્રાન્સફર માટેની ડ્યૂટીમાં પણ લાભ અપાશે. તબદીલી-ટ્રાન્સફર માટે ભરવા પાત્ર ડ્યૂટીની 80 ટકા સુધી રકમ માફ કરાશે. અલોટમેન્ટ લેટર-શેર સર્ટી.થી કરાયેલ ટ્રાન્સફર પર 80 ટકા ડ્યૂટી માફ કરવામાં આવશેય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય લીધો હતો. સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર – શેર સેર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી – ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે.ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

આ પણ વાંચો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version