Site icon Time News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું નેશનલ ડોક્ટર્સ ડે એ લોકાર્પણ કર્યું

રાજ્યના નાગરિકો માટેની આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનીટરીંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતુ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’ ખાતે રહેલી વિવિધ આરોગ્ય સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીએ ટી.બી.ના દર્દીઓ સાથે ઓડિયો-વીડિયોના માધ્યમથી વાતચીત કરી તેમને મળતી આરોગ્ય સેવા-સુવિધઓના લાભ વિશે વિગતે માહિતી મેળવી હતી.

આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી સેવાઓને સંકલિત રીતે એક જ સ્થળેથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા તથા જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
આમ, ગુજરાતમાં આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના હેતુસર બનાવવામાં આવેલા આરોગ્ય સમીક્ષા કેન્દ્ર રાજ્યના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ:-

આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતેથી આવરી લેવાયેલ મહત્વની આરોગ્ય સેવાઓ:-

રસીકરણ :-

PMJAY-મા યોજના:-

૧૦૪ હેલ્થ હેલ્પલાઇન (નોન ઈમરજન્સી સેવા):-

હેલ્થ એડવાઈઝ:-

આ લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, અર્બન હેલ્થ કમિશનર શ્રી હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશનર શ્રી ડૉ.રતનકંવર ગઢવી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Exit mobile version