Site icon Time News

રાજ્યમાં LPG ગેસની અછત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

રાજ્યમાં LPG ગેસની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલમાં LPG ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને સામાન્ય જનતાએ ગેરસમજ અથવા અફવાઓના આધારે દોડાદોડી કરવાની જરૂર નથી.

તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં ગેસનો પુરતો જથ્થો છે લોકોને ઘરેબેઠા ગેસ સિલિન્ડર મળી રહેશે. ગેસની સપ્લાયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી નહીં થાય તે માટે સરકાર અને સંબંધિત વિભાગો સતત દેખરેખ રાખી રહ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને શાંતિપૂર્ણ વાતાવરણ છે. રાજ્યમાં અસ્થિરતા ફેલાવવાનો અથવા લોકોમાં ગેરસમજ પેદા કરવાનો કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ. અંતમાં તેમણે નાગરિકોને ફરીથી અપીલ કરી કે ખોટી અફવાઓથી દૂર રહેવું અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી; કચ્છનું આ ગામ ભૂકંપના નિશાને, મોડી રાત્રે આંચકાથી લોકોમાં ફફડાટ

Exit mobile version