
‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર વર્ષ 2026ના યોગ સપ્તાહની ઉજવણી થઇ રહી છે. કોલકતાામાં 10 લાખ લોકો સાથે PM મોદી યોગાભ્યાસ કરી રહયાં છે તો દરેક રાજ્યમાં પણ રાજ્યસ્તરે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોગાભ્યાસનું આયોજન થઇ રહ્યું છે. ગાંધીનગરમાં માણસા ખાતે યોગ ડેની ઉજવણી થઇ રહી છે.
આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં કરવામાં આવી રહી છે. . જેમાં સીએમ 5 હજારથી વધુ નાગરીકો યોગાભ્યસ કરી રહ્યાં છે.
આજે 21 જૂને, વિશ્વ યોગ દિવસ નિમિત્તે માણસા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. માણસા કોલેજના મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહીને 5000 લોકો યોગાભ્યાસ કરી રહ્યાં.
માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે માણસા તાલુકા અને શહેરની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નાગરિકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરી હતી.. આ કાર્યક્રમ વહેલી સવારે પાંચ વાગ્યે શરૂ થયો હતો. માણસા તાલુકાના આસપાસના ગામોમાંથી આવતા નાગરિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાગ લેનાર દરેક વ્યક્તિને યોગાસન કરવા માટે મેટ અને ટી-શર્ટ આપવામાં આવી છે. આ અવસરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ લોકોને યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો હતો.
