Site icon Time News

તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ

સરકારે ખાતર અને રાસાયણિક ઉદ્યોગને રાહત આપવા માટે ઘણા જરૂરી કાચા માલ પર આયાત શુલ્ક શૂન્ય કરી દીધું છે. વિશ્વભરમાં યુદ્ધના કારણે  સપ્લાય ચેઇન સંકટમાં હોવાથી  ઉદ્યોગો પર ખર્ચનો દબાણ વધી રહ્યો છે, ત્યારે આ મહત્વપૂર્ણ  નિર્ણય લેવાયો છે.

40થી વધુ કેમિકલ્સ પર શુલ્ક ખતમ
Ministry of Finance India દ્વારા જાહેર કરાયેલ સૂચના મુજબ, લગભગ 40 પ્રકારના પેટ્રોકેમિકલ કાચા માલ અને ઇન્ટરમીડિયેટ ઉત્પાદનો પર આયાત શુલ્ક દૂર કરવામાં આવ્યું છે. તેમાં અમોનિયમ નાઇટ્રેટ, મેથનોલ, ફિનોલ, પીવીસી અને પોલીપ્રોપીલિન જેવા મહત્વના રસાયણોનો સમાવેશ થાય છે. સરકારે જણાવ્યું છે કે આ પગલું સામાન્ય જનહિતમાં લેવામાં આવ્યું છે જેથી વૈશ્વિક સંકટ દરમિયાન ઉદ્યોગોને રાહત મળી રહે.

આ નિર્ણયથી ખાસ કરીને ખાતર કંપનીઓને મોટો ફાયદો થશે. અમોનિયમ નાઇટ્રેટ ખાતર બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, જેથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને સપ્લાય પરનો દબાણ ઓછો થશે. સાથે જ અમોનિયમ નાઇટ્રેટ પર લાગતો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ પણ હટાવવામાં આવ્યો છે, જે ખાતર ક્ષેત્ર માટે વધારાનો લાભ છે.

શું થશે અસર?
આ નિર્ણયથી ઉદ્યોગો માટે કાચા માલ સસ્તા થશે, સપ્લાયની અછત ઘટાડવામાં મદદ મળશે અને ઉત્પાદન ખર્ચ ઓછો થશે. સાથે જ મોંઘવારી નિયંત્રણમાં પણ મદદ મળશે. નોંધનિય છે કે,  મેથનોલ, એસિટિક એસિડ, ફિનોલ, ટોલ્યુઇન અને અમોનિયા જેવા મૂળભૂત કેમિકલ્સનો ઉપયોગ લગભગ તમામ રાસાયણિક ઉદ્યોગોમાં થાય છે.

ઘણા ઉદ્યોગોને મળશે લાભ
પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક કાચા માલ પર શુલ્ક હટાવવાથી પેકેજિંગ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ગુડ્સ ઉદ્યોગોને ફાયદો મળશે. આ કેમિકલ્સનો ઉપયોગ સ્પેસ, ડિફેન્સ, મેડિકલ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં પણ થાય છે.

તે સિવાય, પીવીસી પાઇપ, પેઇન્ટ, કોટિંગ અને ઇન્સ્યુલેશન સામગ્રી બનાવવા માટે પણ આ રસાયણો ઉપયોગી છે. ઓટોમોબાઇલ ઉદ્યોગમાં પ્લાસ્ટિક પાર્ટ્સ અને સીટ ફોમ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

દવા ઉદ્યોગમાં ઉપયોગ થતા કેટલાક કેમિકલ્સ પર પણ શુલ્ક હટાવવાથી દવાઓના ઉત્પાદનને સહેલાઈ મળશે. અમોનિયમ નાઇટ્રેટ પર શુલ્ક દૂર થવાથી ખાતરની ઉપલબ્ધતા જળવાઈ રહેશે અને તેની કિંમતોને સ્થિર રાખવામાં મદદ મળશે. સાથે જ અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ સપ્લાય વ્યવસ્થા મજબૂત બનશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના

Exit mobile version