Site icon Time News

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા વિવાદ બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં, અશ્લીલ સામગ્રી પર લાગશે લગામ

Oplus_131072

સમય રૈનાના શો ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટમાં પ્રખ્યાત યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને એ પણ સવાલ ઉઠાવવામાં આવ્યા કે શું સોશિયલ મીડિયા પર ચાલતા કન્ટેન્ટ પર કોઈ જલગામ કે પ્રતિબંધ ના હોવો જોઈએ? આ વિવાદને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવતા કન્ટેન્ટમાં અશ્લીલતા ફેલાવે તેવા પર પ્રતિબંધ કરવાની તૈયારી કરી રહી છે.

વાત જાણે એમ છે કે સંસદીય પેનલને લખેલા પત્રમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે સમાજમાં ચિંતા વધી રહી છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ બતાવવાના નામે અભિવ્યક્તિની સ્વતંત્રતાના બંધારણીય અધિકારનો દુરુપયોગ થઈ રહ્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભાજપના સાંસદ નિશિકાંત દુબેની અધ્યક્ષતા હેઠળની સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી પરની સ્થાયી સમિતિને જણાવ્યું હતું કે હાલના કાયદા હેઠળ કેટલીક જોગવાઈઓ અસ્તિત્વમાં છે પરંતુ આવી હાનિકારક કે અશ્લીલ દૂષણ યુક્ત કન્ટેન્ટને રોકવા કે અટકાવવા માટે કડક અને વધુ અસરકારક કાનૂની માળખાની માંગ વધી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે આ વિકાસની નોંધ લીધી છે અને વર્તમાન જોગવાઈઓ અને નવા કાનૂની માળખાની જરૂરિયાતની તપાસ કરવાની પ્રક્રિયામાં છે.

આ પણ વાંચો, PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત

https://www.instagram.com/timenewsguj

Exit mobile version