Site icon Time News

અમિત શાહને મળવા પહોંચ્યા ડોભાલ: રાજનાથ સિંહની હાઇ લેવલ મિટિંગ પૂરી, CDS અને આર્મીની ત્રણેય પાંખના ચીફે બ્રીફ આપી

રક્ષામંત્રી રાજનાથ સિંહની CDS અને ત્રણેય પાંખના વડા સાથે હાઇ લેવલ મિટિંગ પૂરી થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ CISF અને BSFના વડા સાથે મિટિંગ કરી રહ્યા છે. આ મિટિંગમાં IB ચીફ સદાનંદ દાતે પણ હાજર છે. અમિત શાહની હાઇ લેવલ મિટિંગમાં NSA અજિત ડોભાલ પણ પહોંચ્યા છે. બપોર પછી રક્ષામંત્રી રાજનાથ સિંહ DRDO ચીફ સાથે મિટિંગ કરશે.

ભારતે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણી પર મિસાઇલો છોડીને એનો નાશ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકાર અને તેની સેના આતંકવાદ પરનો આ પ્રહાર સહન કરી શક્યા નહીં અને ભારત સામે બદલો લેવાનો નિર્ણય લીધો, પણ એમાંય પાકિસ્તાન વામણું નીકળ્યું. પછી તો ભારતે લાહોર, ઈસ્લામાબાદ, મુરાદાબાદ, સિયાલકોટ, રાવલપિંડી જેવાં શહેરો અને કરાચી પોર્ટ પર જોરદાર એટેક કર્યા. આ એટેકમાં પાકિસ્તાનના ઘણા વિસ્તારો નષ્ટ થઈ ગયા છે. આ ઘટનાક્રમની સમીક્ષા કરવા રક્ષામંત્રી રાજનાથ સિંહે હાઈ લેવલ મિટિંગ કરી હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે સાઉથ બ્લોકમાં હાઈ લેવલ મિટિંગ કરી હતી, જેમાં સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેના-પ્રમુખ હાજર હતા. આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન તરફથી સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને ચંદીગઢમાં હાઇ એલર્ટ છે. ચંદીગઢમાં સાયરન વાગી રહ્યાં છે. વાયુસેના સ્ટેશનને હવા ચેતવણી આપવામાં આવી છે. ચંદીગઢના ડીસીએ દરેકને પોતાના ઘરની અંદર રહેવા અને બાલ્કનીઓથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. મોહાલીમાં પણ એલર્ટ છે.

આ પણ વાંચો, Government of Gujarat: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version