Site icon Time News

દિલ્હી વિધાનસભાનું બેરિયર તોડીને કાર ઘુસી:યુપીની નંબર પ્લેટ, VIP ગેટથી એન્ટ્રી કરી

દિલ્હી વિધાનસભા કેમ્પસમાં સોમવારે બપોરે સુરક્ષામાં ચૂક થઈ હતી. બપોરે લગભગ 2 વાગ્યે યુપી નંબરની કાર VIP એન્ટ્રીવાળા ગેટ નંબર-2ની બેરિકેડિંગ તોડીને અંદર ઘૂસી હતી. કાર ડ્રાઈવરે નકાબ પહેર્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવર સીધો વિધાનસભા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાની ઓફિસ તરફ ગયો અને બૂકે મૂકીને કાર સહિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.

ઘટના બાદ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. કારની શોધખોળ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે ગેટ નંબર 2 પર CRPF તૈનાત કરવામાં આવી છે.

તાજેતરમાં જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ પણ મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ એલર્ટ હતી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://‘કેજરીવાલને મારી નાંખીશું, પંજાબને ખાલિસ્તાન બનાવીશું’, સ્કૂલોથી લઈને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Exit mobile version