
કેન્સરની બીમારીને લઈને WHO એ ચિંતાજનક રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર જો ધ્યાન રાખવામાં નહીં આવે તો આગામી થોડા વર્ષોમાં ભારત જેવા દેશોમાં કેન્સરના મામલામાં 133 ટકા સુધીનો વધારો નોંધાઈ શકે છે. કેન્સરને લઈને મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે જે લોકોને વ્યસન હોય તેમને જ આ બીમારી થાય. પણ વ્યસન ન હોય તેવા લોકોને પણ કેન્સર થઈ શકે છે. વ્યસનના કારણે કેન્સર થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. આજે તમને જણાવીએ કેન્સર ખરેખર શું હોય છે અને શરીરમાં તેની શરુઆત કેવી રીતે થાય છે.
કેન્સર એક બીમારી નથી કેન્સર અલગ અલગ બીમારીઓનો સમુહ હોય છે. જે શરીરમાં કોશિકાઓની વૃદ્ધિ અનેકગણી વધારે છે. કેન્સરની શરુઆત શરીરમાં આ રીતે જ થાય છે. શરીરમાં સામાન્ય કોશિકાઓમાં ફેરફાર થવા લાગે છે અને આ કોશિકા અનિયંત્રિત રીતે વધવા લાગે છે. ત્યારબાદ ડીએનએમાં ફેરફાર શરુ થાય છે. ડીએનએ ખરાબ થઈ જાય છએ અને પછી ક્ષતિગ્રસ્ત કોશિકાઓ શરીરમાં નવી અસામાન્ય કોશિકાઓ બનાવવા લાગે છે. જેના કારણે શરીરમાં ગાંઠ કે ટ્યુમર બને છે.
કેન્સરના 2 પ્રકારના ટ્યુમર
કેન્સરના ટ્યુમર પણ બે પ્રકારના હોય છે. એક બિનાઈલ ટ્યુમર હોય છે અને બીજા મૈલિગ્નેંટ. બિનાઈલ ટ્યુમર એક અંગથી બીજામાં ફેલાતું નથી. જ્યારે મૈલિગ્નેંટ ટ્યુમરની કોશિકા રક્તના માધ્યમથી શરીરના અન્ય ભાગમાં જઈને ત્યાં નવા ટ્યુમરનું નિર્માણ કરે છે.
કેન્સરના મુખ્ય 4 પ્રકાર હોય છે. કાર્સિનોમા, સારકોમા, લ્યૂકેમિયા અને લિમ્ફોમા. જેમાં સૌથી સામાન્ય હોય છે કાર્સિનોમા. કાર્સિનોમાં કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર, ફેફસાંનું કેન્સર અને કોલોરેક્ટલ કેન્સરનો સમાવેશ થાય છે. સારકોમા હાડકા અને સ્નાયૂના કેન્સર, લ્યૂકેમિયા રક્તનું કેન્સર અને લિમ્ફોમા એટલે ઈમ્યૂન સિસ્ટમમાં કેન્સર.
જ્યારે કેન્સર શરીરમાં શરુ થાય ત્યારથી જ કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોને મોટાભાગના લોકો અવગણે છે. પરંતુ શરીરમાં વધતાં કેન્સરના આ સંકેતોનો શરુઆતમાં ઓળખવા જરૂરી છે. આ લક્ષણો કયા છે જાણી લો. કારણ વિના વજન ઘટવા લાગવું.
– શરીરમાં સતત થાક રહે.
– શરીરના કોઈ ભાગમાં ગાંઠ દેખાવી.
– અવાજમાં ફેરફાર થવો.
– અસામાન્ય બ્લિડીંગ
– કોઈ ઘા થાય પછી રુજાય નહીં..
– મળ અને પેશાબની આદતોમાં ફેરફાર
