
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 77 પોઈન્ટ ઘટીને 81,373.75 પર બંધ થયો. ત્યારે, NSE પર નિફ્ટી 0.14 ટકાના ઘટાડા સાથે 24,716.60 પર બંધ થયો.
આજના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સમાં ટોપ ગેનરની લિસ્ટમાં અદાણી પોર્ટ્સ, એમ એન્ડ એમ, એટરનલ, પાવર ગ્રીડ કોર્પ, એસબીઆઈનો સમાવેશ થાય છે. જ્યારે ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન કંપની, એચડીએફસી બેંક ટોપ લૂઝર્સની લિસ્ટમાં સામેલ હતા.
સેક્ટરોમાં રિયલ્ટી ઇન્ડેક્સ 2 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, મેટલમાં 0.5 ટકાનો ઘટાડો થયો.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇડેક્સમાં 0.3 ટકાનો વધારો જોવા મળ્યો.
સોમવારે ભારતીય રૂપિયો 85.58 પ્રતિ ડોલર પર બંધ થયો, જે તેના અગાઉના બંધ 85.38 થી 20 પૈસા વધુ હતો.
આ પણ વાંચો. IPL 2025: અમદાવાદમાં IPL ફાઈનલ મેચને લઈને ટિકિટોમાં કાળાબજારી, પોલીસે બંટી-બબલીની કરી ધરપકડ
