
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના બન્ને સદનને સંબોધિત કર્યા હતા. આ સાથે જ બજેટ સત્રની શરૂઆત થઇ છે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશેે. સરકારે સંસદના બજેટ સત્રના એક દિવસ પહેલા ગુરૂવારે તમામ રાજકીય પક્ષના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બજેટ સત્રમાં સરકાર કેટલાક મહત્ત્વના બિલ રજૂ કરી શકે છે જેમાં વકફ સંશોધન બિલ પણ સામેલ છે. આ સિવાય સરકાર 16 અન્ય બિલ પણ રજૂ કરી શકે છે.
સરકારે ટેક્સ વ્યવસ્થાને આસાન બનાવી-રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ‘વન નેશન, વન ટેક્સનો ફાયદો દેશના દરેક રાજ્યોને મળી રહ્યો છે. દેશને ગ્લોબલ ઇનોવેશન પાવર બનાવવું અમારી સરકારનું લક્ષ્ય છે. સરકારે ટેક્સ વ્યવસ્થાને આસાન બનાવી છે. દેશમાં માતૃભાષામાં શિક્ષણની તક આપવામાં આવી રહી છે. અમારી સરકારે ઓનલાઇન ટ્રાન્જેક્શન મજબૂત બનાવ્યું છે.’
ડિપફેક રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકાર-રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ‘ડિપફેક જેવી ટેકનોલોજી રાષ્ટ્રીય, સામાજિક અને આર્થિક સુરક્ષા માટે પડકાર બની ગઇ છે. આ સાઇબર ક્રાઇમને નિયંત્રિત કરવા માટે કેટલાક પગલા ભરવામાં આવ્યા છે. સાઇબર સુરક્ષાના ક્ષેત્રમાં પણ યુવાઓ માટે રોજગારની તક છે.’
અઢી કરોડને ગરીબીમાંથી મુક્ત કર્યા: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ મુર્મૂએ વધુમાં જણાવ્યું હતું કે, યુુવાનોને રોજગારીની તકો આપી છે. છેલ્લા બે વર્ષમાં સરકારમાં બે લાખ સ્થાયી રોજગારી આપી છે. 2.5 કરોડને ગરીબીમાંથી મુક્ત કર્યા છે. દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપ છે. જે ઈનોવેશન સાથે ઉભરી રહ્યા છે. સ્પેસ સેક્ટરમાં 1000 કરોડના ખર્ચે વેન્ચર કેપિટલની શરૂઆત થઈ છે. ભારતને ગ્લોબલ ઈનોવેશન માટે પાવર હાઉસ બનાવવાનો સંકલ્પ પૂર્ણ કરવા પ્રયાસો થઈ રહ્યા છે. 10000 કરોડના ખર્ચે વિજ્ઞાન અને ઈનોવેશન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઈન્ડિયા એઆઈ મિશનની શરૂઆત કરી છે. ભારત ડિજિટલ ઈનોવેશન અને એઆઈ મામલે વિશ્વભરમાં ઉભરી આવતો દેશ છે.
સ્પોર્ટ્સથી સ્પેસ સુધી દેશનું નામ રોશન કરી રહ્યાં છે યુવા-રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ‘આજે આપણો યુવા સ્ટાર્ટઅપ, સ્પોર્ટ્સથી લઇને સ્પેસ સુધી દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહ્યાં છે. આપણી બેન્કિંગ અને ડીજી પેમેન્ટ સખિયો અંતરિયાળ વિસ્તારમાં લોકોને નાણાકીય વ્યવસ્થા સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી રહી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 91 લાખથી વધુ સ્વયં સહાયતા સમુહોને સશક્ત કરવામાં આવી રહ્યાં છે.’દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધી- રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં 13 ભારતીય ભાષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવી રહ્યું છે.આજે ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં દુનિયાને રસ્તો બતાવી રહ્યું છે.અમે સ્પેસ ડોકીંગના ક્ષેત્રમાં પણ સફળતા મેળવી છે. સરકારે કર વ્યવસ્થાને સરળ બનાવી છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. UPI જેવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓનલાઈન વ્યવહારોની સુવિધાથી દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. શેરી વિક્રેતાઓને લોનનો લાભ મળ્યો છે. ચિનાબ પુલનું નિર્માણ થઈ ગયું છે અને ઉધમપુર શ્રીનગર રેલ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે જે વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ છે.મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ ચાલુ- રાષ્ટ્રપતિ
આઠમા વેતન આયોગની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઘરની લોન પર સબસિડી આપવામાં આવી રહી છે. મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસ ચાલુ છે. અમારી સરકાર વીમેન લેન્ડ ડેવલપમેન્ટ પર વિશ્વાસ કરે છે. મોટી સંખ્યામાં ભારતની દીકરીઓ યુદ્ધ વિમાન ઉડાવી રહી છે, કોર્પોરેટનું નેતૃત્ત્વ પણ કરી રહી છે. ઓલિમ્પિકમાં મેડલ લાવીને દેશનું નામ રોશન પણ કરી રહી છે.
