Site icon Time News

ગણતંત્ર દિવસના અવસરે જમ્મુના MAM સ્ટેડિયમને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Oplus_131072

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ગણતંત્ર દિવસના અવસર પર જમ્મુના MAM સ્ટેડિયમમાં ધ્વજ ફરકાવશે. રાજ્યના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ ભાગ લેશે. આ પહેલા જમ્મુ પોલીસને MAM સ્ટેડિયમમાં ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી.

બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી અને સમગ્ર સ્ટેડિયમની તલાશી લેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીએ આખું સ્ટેડિયમ સાફ કર્યું હતું. જોકે રાહતની વાત એ છે કે, પોલીસને તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

Exit mobile version