Site icon Time News

Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા, રાહુલ-સોનિયા ગાંધીના ચાર્ટરને ઉતારવામાં થયો વિલંબ

અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવવા જઇ રહ્યું છે. આ પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઇ હતી જેને કારણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટરને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં વિલંબ થયો હતો.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા મળતા જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટરને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી મળી નહતી. જોકે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તપાસ કરવામાં આવતા આ એક અફવા સાબિત થઇ હતી તે બાદ કોંગ્રેસના નેતાઓના ચાર્ટરને ઉતારવામાં આવ્યું હતું. ફ્લાઇટ ચેક કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.

આ પણ વાંચો. Tahawwur Rana: 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણા ભારત આવશે, પ્રત્યાર્પણ રોકવાની અરજી ફગાવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/featured

Exit mobile version