Site icon Time News

Bollywood: બોલિવૂડ અભિનેત્રી આકાંક્ષા રંજને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

 બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ખાસ મિત્ર અને હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી આકાંક્ષા રંજન કપૂર તેની સુંદરતા અને લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.


આકાંક્ષા ભલે અત્યાર સુધી બહુ ઓછી ફિલ્મો કે સિરીઝમાં જોવા મળી હોય, પરંતુ તે લોકપ્રિયતાના મામલામાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી પાછળ નથી. અભિનેત્રી અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર હલચલ મચાવે છે.

અભિનેત્રીની આ તસવીરો તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.



આકાંક્ષા રંજને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં આકાંક્ષા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના આ ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાંક્ષા રંજન કપૂર આલિયા ભટ્ટની નજીકની મિત્ર છે. એવું માનવામાં આવે છે કે બંને શાળામાં સાથે ભણ્યા હતા.આકાંક્ષાનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેણે જમનાબાઈ નરસી સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂરો કર્યો હતો.

આકાંક્ષા રંજન કપૂર 2020ની નેટફ્લિક્સ ફિલ્મ ‘ગિલ્ટી’માં જોવા મળી હતી. તેણે નેટફ્લિક્સ ફિલ્મ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’માં પણ ભૂમિકા ભજવી હતી.



આકાંક્ષા રંજન કપૂર બોલ્ડનેસમાં બોલીવૂડ અભિનેત્રીઓને પણ મ્હાત આપે છે. આકાંક્ષા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ તેના દરેક લૂકને લાઈક કરે છે અને તેની તસવીરો પર કોમેન્ટ કરે છે.

આ પણ વાંચો, http://India’s warning: UNમાં ભારતની ચેતવણી..જમ્મુ-કાશ્મીરનો ગેરકાયદે કબજે કરેલો વિસ્તાર તરત ખાલી કરે, પાકિસ્તાને POK ખાલી કરવું જ પડશે

https://www.instagram.com/timenewsguj/

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version