Site icon Time News

Manipur violence: મણિપુર હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મળ્યો મૃતદેહ, બળાત્કારની શંકા; 15 શંકાસ્પદોની અટકાયત

મણિપુરના ચુરાચંદપુર જિલ્લા મુખ્યાલય શહેરમાં શુક્રવારે વહેલી સવારે રહસ્યમય સંજોગોમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટના અંગે માહિતી આપી. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બાળકી પર બળાત્કાર થયો છે. હાલમાં, બાળકીનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો છે. તેના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે આ સાથે, અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે 6 વાગ્યાની આસપાસ છોકરી ગુમ થઈ ગઈ હતી, જેના પગલે પરિવારે તેની શોધ શરૂ કરી હતી. બાદમાં, શહેરના લનવા ટીડી બ્લોકમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો માટેના રાહત શિબિર પાસે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીના શરીર પર, ખાસ કરીને ગરદન પર, અનેક ઈજાના નિશાન હતા, ઉપરાંત લોહીના ડાઘ પણ હતા. પોલીસે જણાવ્યું હતું કે છોકરી પર બળાત્કાર થયો હોવાની શંકા છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ માટે 15 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો, http://‘જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને…’, મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારની ચેતવણી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version