Site icon Time News

એપસ્ટીન ફાઇલ્સ વિવાદમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને મોટી રાહત, જાણો કેમ

એપ્સટિન વિવાદને લઈને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી (Hardeep Singh Puri)ને મોટી રાહત મળી છે. દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court)એ આદેશ આપ્યો છે કે તેમની સાથે જોડાયેલી વિવાદિત અને માનહાનિકારક સામગ્રીને 24 કલાકની અંદર દૂર કરવામાં આવે. આ ચુકાદાને પુરી માટે મહત્વપૂર્ણ કાનૂની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે પુરીની પુત્રીએ સોશિયલ મીડિયા પર ફરતી “ખોટી” અને “માનહાનિકારક” માહિતી દૂર કરવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના આધારે કોર્ટએ આ નિર્ણય આપ્યો છે.

દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહમંત્રી હરદીપ સિંઘ પુરીની દીકરી હિમાયની પુરીને રાહત આપતા એપસ્ટીન ફાઇલથી સંલગ્ન વિવાદિત કન્ટેન્ટ પર રોક લગાવી છે. ગૂગલ, મેટા અને લિંક્ડઇનના આ તમામ કન્ટેન્ટ 24 કલાકમાં ડિર કરવા માટે આદેશ આપ્યો છે.

હરદીપ સિંહ પુરીની દીકરી હિમાયાની પુરીએ પોતાની માનહાનિ અરજીમાં જણાવ્યું હતું કે જેફરી એપ્સટેઇન સાથે જોડાયેલા કેટલાક આરોપો ખોટી રીતે તેમના નામ સાથે જોડવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ફેલાયેલી આ માહિતીના કારણે તેમની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થયું છે. અરજીમાં તેમણે 10 કરોડના નુકસાનની માંગ કરી હતી અને તમામ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આ પ્રકારની વાંધાજનક સામગ્રી દૂર કરવાની માંગણી કરી હતી.અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કેટલીક માહિતી ભૂલથી પ્રકાશિત થઈ હતી. વાંધા ઉઠાવ્યા છતાં કેટલીક વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ પરથી તે સામગ્રી દૂર કરવામાં આવી ન હતી. વકીલે દલીલ કરી કે યોગ્ય અને જવાબદાર રિપોર્ટિંગનું રક્ષણ કરવું જરૂરી છે. પરંતુ પુરાવા વિના કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું એ સ્પષ્ટ રીતે માનહાનિ ગણાય છે.

સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે આરોપોની તપાસ કરવી એ તપાસ એજન્સીઓનું કામ છે અને કોર્ટ આ મામલે સીધો નિર્ણય નહીં લે. તેમ છતાં અરજદારની પ્રતિષ્ઠા સુરક્ષિત રાખવા માટે કોર્ટએ વચગાળાની રાહત આપવાનું યોગ્ય માન્યું. કોર્ટે તમામ સંબંધિત પ્લેટફોર્મને 24 કલાકની અંદર હિમાયાની પુરીને ‘એપ્સટેઇન ફાઇલ્સ’ સાથે ખોટી રીતે જોડતી કોઈપણ વિવાદિત સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાતમાં 18 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે : હવામાન વિભાગની આગાહી

Exit mobile version