Site icon Time News

પાટીદાર અનામત આંદોલનને લઇ મોટા સમાચાર, સરકારે આપી સૌથી મોટી રાહત

તા. 7 જુલાઈ 2015 નાં રોજ આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને અનામત મળે તે માટે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. ત્યારે પાટીદાર અનામત આંદોલનનાં એપી સેન્ટર એવા અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગરમાં અનેક પાટીદાર સમાજનાં લોકો સામે રાજદ્રોહ, હત્યાનાં પ્રયાસ સહિતનાં ગંભીર કેસ નોંધવામાં આવ્યા હતા. જે કેસ બાબતે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરતા પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા દ્વારા સરકારનો આભાર માન્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહનાં કેસને લઈ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમયે થયેલ તોડફોડ તેમજ આગચંપીનાં બનાવને લઈ સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાટીદાર આગેવાનો સહિત પાટીદાર યુવાનો સામે ગુજરાતમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Exit mobile version