Site icon Time News

ઓપરેશન સિંદૂર વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, ઉમેદવારો ખાસ વાંચી લેજો

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલે આવતીકાલ એટલે કે 11 મે રવિવારના રોજ યોજનારી GPSCની પરીક્ષાને લઈને એક પોસ્ટ કરી છે. તેમણે સોશિયલ મીડીયા એકઉન્ટ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે આવતીકાલે GPCB વર્ગ 2ની પરીક્ષા જે યોજવાની છે તે યથાવત છે. “ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતી કાલની પરીક્ષા યથાવત છે.”

GPSCની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, ‘રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે.

આ અંગે આયોગની સત્તાવાર વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ -2 ની આવતીકાલે 11 મે 2025 ના રોજ સવારે 11 વાગે યોજાનાર પેપર 1 ની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે.આ બાબતે અન્ય કોઈ સૂચના આયોગની વેબસાઇટ પર મૂકવામાં આવશે. આથી દરેક ઉમેદવારે આયોગના ડિજિટલ પ્લેટફોર્મને ધ્યાનમાં લેવા અપીલ કરાઈ છે.

Exit mobile version