Site icon Time News

ગુજરાત સરકારના આ કર્મચારીઓ માટે મોટા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

CM Bhupendra Patel

ગુજરાત સરકારે બાકી રહેલા કર્મચારીઓ માટે પણ મોંઘવારી ભથ્થું જાહેર કર્યું  છે અને રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાં તથા એરિયર્સની રકમ પણ તેમને તબક્કાવાર ચૂકવામાં આવશે.

રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને લાભ તેનો લાભ મળશે, સરકારના નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધુ વધારો કર્યો છે, નાણા વિભાગે 2 જૂન 2026ના રોજ મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે, પાંચમા પગાર પંચ હેઠળ મુખ્ય પગાર મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. 

1 જુલાઈ 2022થી 369 ટકા

1 જાન્યુઆરી 2023થી 412 ટકા

1 જુલાઈ 2023થી 427 ટકા

1 જાન્યુઆરી 2024થી 443 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે

જાન્યુઆરી 2026ના પગાર સાથે વધારાનો લાભ પણ કર્મચારીઓને મળશે, 1 જુલાઈ 2021થી 1 જાન્યુઆરી 2024 સુધીના તફાવતની રકમ કર્મચારીઓને હપ્તાવાર ચુકવવામાં આવશે. 

રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત પંચાયત કર્મચારીઓ સ્થાનિક સંસ્થાઓ નગરપાલિકા મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ આનો લાભ મળશે. 

Exit mobile version