Site icon Time News

Weather update: રાજ્યમાં બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું

રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવાઇ રહી છે. ક્યાંક હીટવેવ છે તો ક્યાંક ઠંડા પવનો ફૂંકાઇ રહ્યાં છે. હવામાનનું મૂડ અલગ જ દેખાઇ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે, તેમના મતે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠુ થઇ શકે છે. તો વળી, બીજીબાજુ પહેલી એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવું અનુમાન પણ છે.

રાજ્યમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે. સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે તો વળી, બપોરે ભરઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી ઋતુની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્રમાં હીટવેવ તો રહેશે જ પરંતુ સાથે સાથે કેટલાક ભાગોમાં માવઠુ પણ થઇ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર માવઠુ થશે. આજે અને આવતીકાલ ઉપરાંત બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, સાથે જ આ સમયે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે.હવામાન વિભાગે એપ્રિલ મહિનાની પહેલી તારીખે વાવાઝોડાની ચેતવણી આપી છે. મંગળવારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બીજી તારીખને બુધવારે પણ વાવાઝોડાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી તથા વડોદરા, છોટા ઉદેપુર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે અહીં વીજળી અને 30થી 40 કિમી પ્રતિ કલાકના પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો, Chaitra Navratri: પાવાગઢમાં પગ મૂકવાની જગ્યા નહીં, ચોટીલામાં ડુંગર હેકડેઠઠ, ચૈત્રી નવરાત્રિમાં માનવ મહેરામણ ઊમટ્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version