
ગુજરાતના રાજકારણમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ષેપો સાથે પલપલટાની મોસમ ખીલી છે, ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ દિગ્ગજ નેતા અને જાણીતા ખેડૂત આપ નેતા રાજુ કરપડા કેસરિયા કરશે. આજે બપોરે રાજુ કરપડા ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરશે. રાજુ કરપડા ભાજપમાં જોડાવવાથી ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બને તેવી શક્યતા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના કમલમ ખાતે આજે બપોરે 12:30 વાગ્યે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં રાજુ કરપડા વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરશે. તેમની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કેસરિયો ધારણ કરે તેવી સંભાવના છે. તમને જણાવી દઈએ કે રાજુ કરપડા ખેડૂત નેતા તરીકે નામના ધરાવે છે, જેઓ હંમેશાં ખેડૂતોના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે.
બીજી બાજુ, રાજુ કરપડામાં ભાજપમાં જોડાવવાથી ભાજપ એક કાંકરે અનેક લક્ષ્યાંક સાંધી શકે છે. જી હા…રાજુ કરપડાની ખેડૂત સંગઠનો પર સારી પકડ હોવાથી ભાજપને ગ્રામીણ વોટબેંકમાં સીધો ફાયદો મળી શકે છે. એટલે કે ખેડૂતોના વોટ ખેંચવામાં ભાજપે મોટો લક્ષ્યાંક પાર પાડ્યો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભાજપ રાજુ કપરાડાને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપી શકે છે અથવા તેમને મેદાનમાં ઉતારી શકે છે. બીજી બાજુ રાજુ કપરાડા ભાજપમાં કેસરિયો કરતા આપ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: જામનગરમાં ફરી સેલેબ્સનો મેળાવડો, જાણો કેમ?
