Site icon Time News

Tribal leader resigns from party: ગુજરાત ભાજપને મોટો ઝટકો, આદિવાસી નેતાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

ગુજરાત ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે. તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.

આદિવાસી નેતા તરીકે જાણીતા રાજીનામું આપતાં મહેશ વસાવાએ કહ્યું હતું કે ભાજપમાં કામને ન્યાય નથી મળતો. ઉલ્લેખનીય છે કે 2024માં મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. જોકે હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો કરી લીધો છે. તેઓ છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 

મહેશ વસાવા 11 માર્ચ, 2024ના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. આ ઘટના ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે બની હતી, જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તેમણે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી. મહેશ વસાવાએ હવે ભાજપ સાથે છેડો ફાડી લીધો છે. મહેશ વસાવાનો ભાજપ સાથેનો સંબંધ લાંબો ટક્યો નથી.

આ પણ વાંચો. Gujarat: ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર, 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાતા કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version