Site icon Time News

Bhavnagar: આત્મવિલોપનની ચીમકી બાદ ભાવનગરના મેયરનો યુટર્ન! “મને મારી પાર્ટી ઉપર ગર્વ છે”

ભાજપનો આંતરિક વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડે સોશિયલ મીડિયામાં ભાજપનાં ગ્રુપમાં મેસેજ કરીને આત્મવિલોપનની ચીમકી આપી હતી. મેયર સાથે થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાના મેસેજ તેમણે સોશિયલ મીડિયામાં ફરતા થતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આજે ભાજપનાં પ્રભારી રત્નાકરજી ભાવનગર આવી રહ્યા છે તે દરમિયાન જ ભાજપમાં આવો ભડકો થયો છે. મેયરે ભાજપનાં ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી છે. મેયર દ્વારા ભાજપનાં જ ગ્રુપમાં મેસેજ મુકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમિને તમામ મેસેજ ડિલીટ કર્યા છે. જોકે, આ પોસ્ટ બાદ આજે મેયરે જાણે યુટર્ન માર્યો હોય તેમ જણાવ્યું કે, “હું જ પોતે પાર્ટીનો વરિષ્ઠ છું, વડીલ છું, મારે કાંઈ ફરિયાદ કરવાની હોતી નથી.”

ગ્રુપમાં મેયરે પોસ્ટ કરતા જણાવ્યું છે કે, “ભાજપનો કાર્યકર્તા હતો તો વિચાર કરો મિત્ર મેં પાર્ટી માટે પાર્ટીની સેવા કરવા માટે કેટલો સમય આપ્યો છે, એટલો કદાચ એટલે કે 1978થી હું જનસંઘ અને ભાજપનો કાર્યકર્તા છું મેં મારા ઘર બાર સામું પણ જોયું નથી મારા ધંધા રોજગાર સામે પણ જોયું નહોતું ફક્ત પાર્ટીનો કોઈપણ કાર્યક્રમ હોય આટલા વર્ષોમાં હું લગભગ ક્યારેય ગેરહાજર રહ્યો નથી. તેથી મને કોઈની પણ ઓળખાણ વગર ભારતીય જનતા પાર્ટીએ મેયર બનાવ્યો છે. એ સમયે એવો કોઈ સ્ટ્રીટ લાઈટનો થાંભલો નહીં હોય કે જ્યાં મેં ભાજપની ઝંડી બાંધી ન હોય મેં કાર્યકર્તા તરીકે જે કામ કર્યું છે તેનું લિસ્ટ તો કદાચ બહુ લાંબુ થાય પણ આ એક નાની વિગત આજે આપને જણાવી.”

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, “હું કોઈની લાગવગથી આવેલો કાર્યકર્તા નથી કોઈની ભલામણથી આવેલો કાર્યકર્તા નથી ચોખવટ નથી કરતો પણ આટલો સમય પસાર કર્યા પછી પણ અમુક લોકોના નિશાન ઉપર મને રાખવામાં આવ્યો છે તેથી આજે હૈયા વરાળ ઠાલવું છું કારણ કે આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનું વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતુ આત્માને ઠેસ પહોંચે દુઃખ લાગે.”
જોકે, આજે સવારે તેમણે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા તેમના સૂર બદલાયેલા લાગે છે. તેમણે જણાવ્યું કે, “મેં મારી વાત મારા ગ્રુપમાં કરી હતી. ગ્રુપમાં આવું ક્યારેક થઈ જતું હોય છે તો એનો અર્થ એ નથી કે, હું કોઈને દબાવતો હોઉં કે મને કોઈ દબાવતું હોય. આવી કોઈ વાત નથી. ભાજપનો હું 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું. પાર્ટીએ એટલે જ મને ભાવનગરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે. મને મારી પાર્ટી ઉપર ગર્વ છે.”

આ પણ વાંચો, આગામી સાત દિવસ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી, ત્રણ સિસ્ટમ થઇ સક્રિય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version