
ભરૂચ તાલુકાના તવરા ગામમાં બાબરી પ્રસંગ દરમિયાન થયેલી મારામારીએ ચકચાર મચાવી છે. જેમાં નવા તવરા ગામની નવી વસાહતમાં રહેતા સંજય સુનિલ વસાવાના પુત્રની બાબરીનો પ્રસંગ હતો. તે સમયે વરઘોડામાં વાગતા બેન્ડના અવાજથી ભેંસો ભડકી હતી. ભડકેલી ભેંસો દોડવા લાગી હતી. જેના કારણે અશોક પટેલના ઘરની બહાર લગાવેલી ટાઈલ્સ તૂટી ગઈ હતી. આ મુદ્દે અશોક પટેલે બેન્ડવાળા સાથે બોલાચાલી કરી અને અપશબ્દો બોલ્યા હતા. પરિસ્થિતિ વણસતા 16 જેટલા લોકો આવી ગયા હતા અને હુમલો કર્યો હતા. આ ઘટનામાં 6થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી.
સામા પક્ષે મિતેશ ભીખા પટેલની ફરિયાદ મુજબ, જ્યારે માછી પટેલ સમાજના લોકો ઘટનાની તપાસ કરવા આવ્યા હતા, ત્યારે વસાવા સમાજનું ટોળું આવી પહોંચ્યું હતું. બંને જૂથો વચ્ચે થયેલી અથડામણમાં માછી પટેલ સમાજના કેટલાક લોકોને ઈજાઓ થઈ હતી. કુલ મળીને 14 લોકો ઘાયલ થયા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો, Gujarat: બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહબાળના મૃત્યુ, સિંહ-દીપડાના મૃત્યુઆંક જાહેર
