Site icon Time News

Gujarat: સસ્તા અનાજના લાભાર્થીની વધી શકે છે મુશ્કેલી, પહેલી જૂનથી અનાજનું વિતરણ બંધ

રાજ્યમાં સસ્તા અનાજના લાભાર્થીઓની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ KYC મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. પ્રશ્નોનો ઉકેલ ના આવતા અનાજનું વિતરણ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ કહ્યું હતું કે છ મહિના બાદ પણ કેવાયસીનું પણ વળતર આપવામાં આવ્યું નથી. KYCનું 25 રૂપિયા વળતર ચુકવવાની માગણી કરવામાં આવી રહી છે.

પહેલી જૂનથી સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવશે નહીં. વિવિધ પ્રશ્નોનો ઉકેલ ન આવતા સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ વધુ એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. દુકાનદારોને પડતી મુશ્કેલી મુદ્દે ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસિન ડિલર્સ એસોસિએશનની બેઠક મળી હતી. દુકાનદારોનો આરોપ છે કે, KYC માટે દુકાનદારો પર દબાણ લાવવામાં આવે છે. 6 મહિના વિત્યા હોવા છતાં KYCનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. પાંચ રૂપિયાના બદલે 25 રૂપિયા મહેનતાણુ આપવાની માંગણી છે. જેને લઈને દુકાનદારોએ પહેલી જૂનથી અનાજનું વિતરણ ન કરવાની જાહેરાત કરી છે. રાજ્યની 17 હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવશે નહીં.

સરકારે રેશનકાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાથી મોટા ભાગના લોકોને લાભ થવાની અપેક્ષા છે. ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. કારણ કે આમાં અનાજની સાથે ગરીબ પરિવારોને દર મહિને 1,000 રૂપિયા પણ આપવામાં આવશે.

આ પણ વાંચો, Horoscope: તમારી મહેનત આજે રંગ લાવશે, આ રાશિના જાતકોને ધાર્યા પરિણામ મળશે, જુઓ રાશિ ભવિષ્ય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version