Site icon Time News

 ના હોય…, અમદાવાદના કોટ વિસ્તારનાં મકાનો હવે રંગાશે ત્રણ રંગમાં, જાણો કેમ

ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તાર અને તેની આસપાસના ૨૦૦ મીટરના બફર ઝોનમાં હવે નવાં સરકારી તથા ખાનગી મકાનોને માત્ર લાઇટ સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઇટ બ્રાઉન રંગથી જ રંગી શકાશે. હેરિટેજ ઝોનમાં એકરૂપતા અને દૃશ્યસૌંદર્ય જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ આ નવી નીતિ અમલમાં મૂકી છે.

હેરિટેજ પ્રકારનાં મકાનોમાં આગળના મુખ્ય ભાગ સિવાયની કોતરણી માટે અન્ય રંગોનો ઉપયોગ કરી શકાશે, ઉપરાંત કોટના છ ચોરસ કિમી વિસ્તાર અને ૨૦૦ મીટરના બફર ઝોનમાં આવતાં તમામ નવા સરકારી કે ખાનગી વિકાસ પ્રોજેક્ટ માટે હવે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (એચઆઈએ) ફરજિયાત બનાવાયું છે.

એએમસીના જણાવ્યા મુજબ ગત માર્ચ મહિનામાં યુનેસ્કોની બે સભ્યોની ટીમે કાલુપુર રેલવે સ્ટેશન ‌રિડેવલપમેન્ટ, દાણાપીઠ પાર્કિંગ અને ગીતામંદિર બસ ટર્મિનસ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લઈને હેરિટેજ પર તેની અસરનું મૂલ્યાંકન કર્યું હતું. આ ત્રણેય પ્રોજેક્ટમાં પણ મંજૂર કરાયેલા ત્રણ રંગોનો ઉપયોગ થવાની શક્યતા છે. આ ટીમ ટૂંક સમયમાં પોતાનો વિગતવાર અહેવાલ રજૂ કરશે.

એચઆઈએ માટે એએમસીએ ૧૦૦થી વધુ આર્કિટેક્ટ્સની નોંધણી કરી છે, સાથે જ નવી ઇમારતો માટે અર્બન ડિઝાઇન ગાઇડલાઇન, ડિઝાઇન ટૂલકિટ અને એચઆઈએ પોલિસી અમલમાં મૂકી છે. નોન-હેરિટેજ ઇમારતોની એચઆઈએ અરજીની ઝડપી તપાસ માટે હેરિટે

પોળના દરવાજાઓના સંરક્ષણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરવામાં આવી છે, ઉપરાંત દેશભરનાં ઐતિહાસિક અને હેરિટેજ સ્મારકોના સંરક્ષણ અને જાળવણી માટે વિશેષ સંસ્થાની સ્થાપનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો હતો. શહેરમાં હાલમાં ૨,૬૯૨ નોંધાયેલી હેરિટેજ મિલકતો અને કોટ વિસ્તાર બહારની ૩૮૨ સંભવિત હેરિટેજ મિલકતો છે. હેરિટેજ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર) યોજના હેઠળ અત્યાર સુધી ૧૪૫ મિલકતોનું કુલ ૧૭,૫૧૯ ચોરસ મીટર વિસ્તારમાં સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.

Exit mobile version