
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 2024-25 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આશા મુજબ, T20 ફોર્મેટ છોડી ચૂકેલા રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને ફરી એકવાર A+ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે આ લિસ્ટમાં ચોથો ખેલાડી જસપ્રીત બુમરાહ છે, જે ત્રણેય ફોર્મેટ રમે છે. આ કરારમાં કુલ 24 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયસ ઐયર અને ઇશાન કિશન પણ પાછા ફર્યા છે. ગયા સિઝનમાં સજા તરીકે બંનેને યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.
શ્રેયસ ઐયર અને ઇશાન કિશન સામે ઘરેલુ ક્રિકેટ ન રમવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાદ, શ્રેયસ ઐયરે જોકે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું. પછી એવું માનવામાં આવતું હતું કે તેની સિલેક્શન પાક્કું છે. આ દરમિયાન, જ્યારે ઇશાન કિશન પણ ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો, ત્યારે બોર્ડે આ બંને ખેલાડીઓને માફ કરી દીધો. આ લિસ્ટમાં નીતિશ કુમાર રેડ્ડી અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર ઉપરાંત વરુણ ચક્રવર્તીનું નામ પણ સામેલ છે.આ લિસ્ટમાંથી જે લોકો બહાર રહેશે તેમાં શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, જીતેશ શર્મા, કેએસ ભરત અને અવેશ ખાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન રિટાયરમેન્ટનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A+ ખેલાડીઓને 7 કરોડ રૂપિયા, A ને 5 કરોડ રૂપિયા, B ને 3 કરોડ રૂપિયા અને C કેટેગરીના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે. નીચે જુઓ લિસ્ટ..
A+
1 રોહિત શર્મા
2 વિરાટ કોહલી
3 જસપ્રીત બુમરાહ
4 રવિન્દ્ર જાડેજા
A
5 મોહમ્મદ સિરાજ
6 કેએલ રાહુલ
7 શુભમન ગિલ
8 હાર્દિક પંડ્યા
9 મોહમ્મદ શામી
10 રિષભ પંત
B
11 સૂર્યકુમાર યાદવ
12 કુલદીપ યાદવ
13 અક્ષર પટેલ
14 યશસ્વી જયસ્વાલ
15 શ્રેયસ અય્યર
C
16 રિંકુ સિંહ
17 તિલક વર્મા
18 રૂતુરાજ ગાયકવાડ
19 શિવમ દુબે
20 રવિ બિશ્નોઈ
21 વોશિંગ્ટન સુંદર
22 મુકેશ કુમાર
23 સંજુ સેમસન
24 અર્શદીપ સિંહ
25 પ્રસિદ્ધ કૃષ્ણા
26 રજત પાટીદાર
27 ધ્રુવ જુરેલ
28 સરફરાઝ ખાન
29 નીતિશ કુમાર રેડ્ડી
30 ઈશાન કિશન
31 અભિષેક શર્મા
32 આકાશ દીપ
33 વરુણ ચક્રવર્તી
34 હર્ષિત રાણા
