Site icon Time News

Team India’s home schedule: BCCI એ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું હોમ શેડ્યૂલ, જાણો ક્યારે અને કોની સામે રમાશે મેચ

BCCI એ બુધવારે 2025 માટે ભારતીય ટીમનું હોમ શેડ્યૂલ જાહેર કર્યું હતું. ભારત ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હોમ સિઝનની શરૂઆત કરશે. જ્યાં બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પછી, સાઉથ આફ્રિકા નવેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમાશે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 2 ઓક્ટોબરથી રમાશે. જ્યારે બીજી મેચ 10 ઓક્ટોબરથી શરૂ થશે. આ પછી, સાઉથ આફ્રિકા સાથે ટેસ્ટ સિરીઝ 14 નવેમ્બરથી શરૂ થશે. 30 નવેમ્બરથી વનડે સિરીઝ શરૂ થશે. જ્યારે ટી20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે. ભારતની હોમ સીઝન 19 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે પાંચમી ટી20 સાથે સમાપ્ત થશે.

ભારતીય ટીમનું 2025નું હોમ શેડ્યૂલ

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ

સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ

ભારતીય ટીમ હોમ સિઝન પહેલા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે

ભારતીય ટીમ હોમ સિઝન શરૂ કરતા પહેલા ટેસ્ટ સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડ જશે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. જે 20 જૂનથી શરૂ થશે. ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈએ રમાશે.

આ પણ વાંચો, Waqf Amendment Bill: વક્ફ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે; જાણો ઉપલા ગૃહની નંબર ગેમ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version