Site icon Time News

BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 મેગા ઓક્શન પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCI એ ફાઈનલ ઓક્શન લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં યાદીમાંથી 1,005 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. હવે, ફક્ત 350 ખેલાડીઓ હરાજી માટે ઉપલબ્ધ રહેશે, જેમાં એક મોટું આશ્ચર્ય પણ સામેલ છે: દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક.

સ્ટાર ખેલાડીની વાપસીએ મચાવી હલચલ

ક્વિન્ટન ડી કોકે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. એક ફ્રેન્ચાઇઝીએ તેને હરાજીની યાદીમાં સામેલ કરવાની વિનંતી કરી હતી. વિશાખાપટ્ટનમમાં ભારત સામેની ત્રીજી ODIમાં શાનદાર સદી ફટકાર્યા બાદ ડી કોકે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ભાગ લેવાનો નિર્ણય લીધો. આ વખતે તેણે પોતાની બેઝ પ્રાઈસ ₹1 કરોડ રાખી છે, જે અગાઉની મેગા ઓક્શન પ્રાઈસ કરતા અડધી છે. તેમને અગાઉ નાઈટ રાઈડર્સની ટીમમાં ₹2 કરોડના બેઝ પ્રાઈસ પર સામેલ કરવામાં આવ્યો હતો.

35 નવા ખેલાડીઓ ઉમેરાયા, અનેકને હટાવાયા

BCCI એ અંતિમ હરાજીની યાદીમાં 35 નવા ખેલાડીઓ ઉમેર્યા, જેમનું અગાઉ નોંધણી કરવામાં આવી ન હતી. જેમાં શ્રીલંકાના ત્રીવેન મેથ્યુઝ, બિનુરા ફર્નાન્ડો, કુસલ પરેરા,  દુનિથ વેલાલગે, અફઘાનિસ્તાનના અરબ ગુલ અને વેસ્ટ ઈન્ડિઝના અકીમ ઓગસ્ટે જેવા નામોનો સમાવેશ થાય છે.

જ્યારે ભારતીય ખેલાડીઓમાં સદેક હુસૈન, વિષ્ણુ સોલંકી, સાગર સોલંકી, પારિક્ષિત વલસંગકર અને ઇજાઝ સાવરિયા સહિત 20 થી વધુ નામો અચાનક આ યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, http://‘લાલો’ ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version