Site icon Time News

Banks closed on these days in June: જૂન મહિનામાં આટલાં દિવસ બેંકો બંધ રહેશે, જતા પહેલા લિસ્ટ જોઇ લેજો

હવે ચાર દિવસમાં નવો મહિનો એટલે કે જૂન શરૂ થશે. જૂન 2025 માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બેંકોની રજાઓ જાહેર કરવામાં આવી છે. આ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે.

આ રજાઓમાં બકરી ઈદ સહિત અનેક પ્રાદેશિક તહેવારો, રવિવાર અને દરેક મહિનાના બીજાં અને ચોથા શનિવારના સાપ્તાહિક રજાનો સમાવેશ થાય છે. RBI દર વર્ષે તમામ બેંકોની રજાઓની યાદી રાજય સરકાર સાથે મળીને બનાવે છે અને પોતાની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરે છે.

દેશભરના તમામ સરકારી અને ખાનગી બેંકો દરેક રવિવાર અને બીજાં તથા ચોથા શનિવારે બંધ રહે છે. આ સિવાય RBI દ્વારા કેટલાક રાજયના સ્તરે પણ રજાઓ જાહેર કરવામાં આવી છે, જે માત્ર સંબંધિત રાજ્યોમાં માન્ય હોય છે.

તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે જો તેઓ આગામી મહિને બેંકમાં જઈને કોઈ મહત્વપૂર્ણ કામ કરવા માંગતા હોય તો પહેલાં રજાઓની યાદી જોઈ લેવી જોઈએ, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.કેરળના કોચી અને તિરૂવનંતપુરમમાં 6 જૂન, શુક્રવારે ઈદ-ઉલ-અજહાંના અવસર પર બેંક બંધ રહેશે. જ્યારે 7 જૂન, શનિવારે સમગ્ર દેશમાં બકરી ઈદની રજા રહેશે. ત્યારબાદ 8 જૂન રવિવાર હોવાથી બેંક બંધ રહેશે. આ રીતે કેરળના રહીશો માટે ત્રણ દિવસ લાંબો વીકએન્ડ બની શકે છે.બેંક રજાઓ – જૂન 2025

30 જૂન (સોમવાર) – રેમના ની – મિઝોરમમાં બેંક બંધ

1 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા – તમામ રાજ્યોમાં બેંકો બંધ

6 જૂન (શુક્રવાર) – ઈદ-ઉલ-અજહાં – કેરળમાં બેંક બંધ

7 જૂન (શનિવાર) – બકરી ઈદ – સમગ્ર દેશમાં બેંક બંધ

8 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા

11 જૂન (બુધવાર) – સંત ગુરુ કબીર જયંતી / સાગા દાવા – હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં બેંક બંધ

14 જૂન (શનિવાર) – બીજો શનિવાર – સમગ્ર દેશમાં બેંક બંધ

15 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા

22 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા

27 જૂન (શુક્રવાર) – રથયાત્રા / કાંગ – ઓડિશા અને મણિપુરમાં બેંક બંધ

28 જૂન (શનિવાર) – ચોથો શનિવાર – સમગ્ર દેશમાં બેંક બંધ

29 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા

આ પણ વાંચો, Weather update: વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version