Site icon Time News

નવેમ્બરમાં 10 દિવસ બેંકો રહેશે બંધ! દિવાળી, છઠ્ઠ પૂજાથી લઈને ગુરુ નાનક જયંતિ સુધી, જુઓ રજાઓનું લિસ્ટ

 જો તમારે નવેમ્બર મહિનામાં બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ હોય તો પહેલા રજાઓનું લિસ્ટ ચેક કરી લો. નવેમ્બરમાં દિવાળી, ગોવર્ધન પૂજા, છઠ પૂજા અને ગુરૂ નાનક જયંતી જેવા તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકના રજાઓના કેલેન્ડર પ્રમાણે નવેમ્બરમાં 10 દિવસ બેંક બંધ રહેશે. પરંતુ આ બધી રજા દેશમાં એક સાથે લાગૂ થશે નહીં. તેથી બેંક જતા પહેલા તમારા રાજ્યોમાં રજાની જાણકારી જરૂર ચેક કરી લો.

નવેમ્બર 2026મા ક્યારે-ક્યારે બેંક રહેશે બંધ?

નવેમ્બરમાં તહેવારો અને સ્થાનિક ફેસ્ટિવલને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંક બંધ રહેશે. અહીં જુઓ ક્યા દિવસે બેંકમાં કામકાજ થશે નહીં.

2 નવેમ્બરઃ નોંગક્રેમ ડાન્સ  (Nongkrem Dance) ને કારણે મેઘાલયમાં બેંક બંધ રહેશે.

9- નવેમ્બર- દિવાળી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસ પર ત્રિપુરા, મધ્ય પ્રદેશ, ચંદીગઢ, સિક્કિમ, મણિપુર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બેંક બંધ રહેશે.

10 નવેમ્બર- ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને સિક્કિમમાં દિવાળી, ગોવર્ધન પૂજા, લક્ષ્મી પૂજા અને વિક્રમ સંવત નવવર્ષને કારણે બેંક બંધ રહેશે.

11 નવેમ્બરઃ લક્ષ્મી પૂજા, નિંગોલ ચક્કૌબા, ભાઈ બીજ અને ચિત્રગુપ્તજયંતી પર સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બેંક બંધ રહેશે.

13 નવેમ્બર- મેઘાલયમાં વાંગલા તહેવારને કારણે બેંકનું કામકાજ થશે નહીં.

16 નવેમ્બર- બિહાર અને ઝારખંડમાં છઠ પૂજા અને સૂર્ય ષષ્ઠીને કારણે બેંક બંધ રહેશે.

20 નવેમ્બર- ઉત્તરાખંડમાં ઇગાસ-બગ્વાલને કારણે બેંક બંધ રહેશે.

23 નવેમ્બર- મેઘાલયમાં સેંગ કુટ સ્નેમ તહેવારને કારણે બેંકમાં રજા રહેશે.

24 નવેમ્બર- ગુરૂ નાનક જયંતિ, કાર્તિક પૂર્ણિમા અને રાહસ પૂર્ણિમા પર મિઝોરમ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઉત્તરાખંડ, તેલંગણા, અરૂણાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં બેંક બંધ રહેશે.

27 નવેમ્બર- કર્ણાટકમાં કનકદાસ જયંતીને કારણે બેંક બંધ રહેશે.

નવેમ્બરમાં શનિવાર અને રવિવારે રજાઓની રજા રહેશે

તહેવારો સિવાય નવેમ્બરમાં નિયમિત સાપ્તાહિક રજાઓ પણ રહેશે. આરબીઆઈના નિયમ પ્રમાણે દેશની બધી બેંક મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. નવેમ્બરમાં બીજો શનિવાર 14 નવેમ્બર અને ચોથો શનિવાર 28 નવેમ્બરે બેંક બંધ રહેશે. આ સિવાય રવિવારે પણ બેંકમાં રજા રહેશે.

બેંક જતા પહેલા જરૂર કરો આ કામ

જો તમારે બેંકમાં ચેક જમા કરાવવો છે, ડ્રાફ્ટ બનાવવાનો છે કે કોઈ જરૂરી કામ માટે જવાનું છે તો પહેલા રજાઓનું લિસ્ટ ચેક કરી લેજો. મહત્વનું છે કે રજાઓમાં પણ બેંકની ઓનલાઈન સેવા યથાવત રહે છે.

Exit mobile version