Site icon Time News

 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ, ભારતના આ રાજ્યમાં નિર્ણય

 કર્ણાટક સરકારે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. આ જાહેરાત મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના બજેટ ભાષણ દરમિયાન કરી હતી. તેમને કહ્યું કે બાળકોના માનસિક સ્વાસ્થ્ય, શીખવાની ક્ષમતા અને ડિજિટલ લતને ધ્યાનમાં રાખીને આ કડક નિયમનું અમલીકરણ જરૂરી થઈ ગયું છે. સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અનિયંત્રિત સ્ક્રીન ટાઈમ બાળકોના વ્યવહાર, ધ્યાન ક્ષમતા અને સુરક્ષા પર ગંભીર અસર કરે છે. તેમનો ટાર્ગેટ એ સુનિશ્ચિત કરવાનો છે કે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયાના જોખમોથી દૂર રહેવું જોઈએ.

બાળકોમાં મોબાઈલ ફોનના વધતાં વપરાશના લીધે થતી સઇદ ઇફેક્ટને રોકવા માટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કર્ણાટકમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર બેન લગાવવામાં આવે. હાલ માં જ વાઇસ ચાન્સેલર સાથે એક મિટિંગમાં તેમણે 16 વર્ષથી ઓકચી ઉંમરના બાળકો માટે મોબાઈલ પર બેન લગાવવાની વાત પર તેમની સલાહ માંગી હતી . આ પહેલા હેલ્થ મિનિસ્ટર દિનેશ ગુંડું રાવ અને IT/BT મિનિસ્ટર પ્રિયાંક ખરગેએ પણ આ પવટ કરી હતી જે પછી મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી.

ઓનલાઈન લત, દુરુપયોગ અને ડિજિટલ હાનિને લઈને વધતી ચિંતાઓ વચ્ચે આંદરપ્રદેશ સરકારે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. રાજ્યના મંત્રી નારા લોકેશે કહ્યું કે સોશિયક મીડીયા પર ભરોસો તૂટી રહયો છે અને બાળકો તેના વધુ ઉપયોગમાં ફસાઈ રહ્યા છે. આ માંતે સરકાર કાનૂનનો પ્રયોગ કરવાનો નિર્ણય લઈ રહી છે. લોકેશના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે Meta, Google, X અને ShareChat જેવી મુખ્ય કંપનીઓને આમંત્રણ આપ્યું છે જેથી વૈશ્વિક સર્વોત્તમ પ્રથા પર ચર્ચા કરીને એક પ્રભાવશાળી મોડલ તૈયાર કરવામાં આવી શકે.

કાચી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંભવિત પ્રતિબંધ/ સીમા લગાવવાનો ઉદેશ્ય બાળકોના મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ પર નેગેટિવ ઇમ્પેક્ટ ઓછી કરવાનો છે. આ સંદર્ભમાં બજેટમાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. જેનો ઇરાદો એ છે કે સગીરોને સોશિયલ મીડિયાની ખરાબ આદતથી દૂર રાખી શકાય.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:યુદ્ધને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર મોટું અપડેટ, સરકારે આપી જાણકારી

Exit mobile version