Site icon Time News

એશિયા કપની ફાઈનલ પહેલાં માઠા સમાચાર, અભિષેક શર્મા-હાર્દિક પંડ્યા થયા ઇજાગ્રસ્ત!

પાકિસ્તાન સામેની એશિયા કપની ફાઈનલ પહેલાં એક માઠા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના બે મોટા ખેલાડી અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા ફાઈનલ મિસ કરી શકે છે કારણ કે બન્ને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયાં છે.

ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પુષ્ટિ આપી હતી કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન અભિષેક શર્મા ખેંચાણને કારણે મેદાનની બહાર હતા. મોર્કેલે કહ્યું, “બંનેને ખેંચાણની તકલીફ હતી. હાર્દિકની અમે તપાસ કરીશું અને પછી તેને વિશે સ્થિતિ જાહેર કરીશું. અભિષેક હાલમાં ઠીક છે. બોલિંગ કોચે માોર્કેલે કહ્યું કે આપણા વાતાવરણમાં, અમે બહાનાબાજીથી બચી રહ્યાં છીએ. ટ્રેનિંગમાં જે ખેલાડીઓ મહેનત કરે છે તેઓ બહાર જઈને સારુ પ્રદર્શ કરે તેવી અમારી ઈચ્છા છે.

બોલિંગ કોચના આ નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા છેડાઈ છે કે શું અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા એશિયા કપની ફાઈનલ નહીં રમે. જોકે સત્તાવાર રીતે કહેવાયું નથી પરંતુ રિપોર્ટમાં આવો દાવો કરાયો હતો.

આ પણવાંચો, અમદાવાદી ખૈલેયાઓની બગડી શકે છે મજા! આજથી 4 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version