Site icon Time News

મુંબઈની હોટલમાં વડોદરાની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ: વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ફૂટ્યો ભાંડો!

વડોદરાની એક યુવતી સાથે મુંબઈની એક હોટલમાં સુરત અને વડોદરાના ૫ વિધર્મી યુવકો દ્વારા નશાનું સેવન કરાવીને સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબઈથી ઘરે પરત ફરતી વખતે વાપી નજીક યુવતીની તબિયત અચાનક લથડતાં તેને સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોને યુવતીની ગંભીર હાલત પર આશંકા જતાં તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી, જેના કારણે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. 

આ મામલે વાપીની ડુંગરા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને સફાન ઝફર શેખ અને ફરીદ વાહિદ કોઠીયાવાલા નામના બે યુવકોની ધરપકડ કરી છે, જ્યારે ફૈઝાન, વસીમ અને સલમાન નામના ત્રણ આરોપીઓ હાલ ફરાર હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાપી નજીક યુવતીની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાઈ
મુંબઈમાં બનેલી આ ઘટના બાદ યુવતી જ્યારે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે વાપી નજીક પહોંચતા જ તેની તબિયત અચાનક લથડી હતી. સ્થિતિ ગંભીર જણાતાં તેને તાત્કાલિક સારવાર માટે વાપીની એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોને યુવતીની શારીરિક હાલત અને સ્થિતિ જોઈને કોઈ અણબનાવ બન્યો હોવાની આશંકા ગઈ હતી, જેથી તેમણે તુરંત પોલીસને આ અંગે જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો: 2 ની ધરપકડ, 3 ફરાર
હોસ્પિટલમાંથી મળેલી માહિતીના આધારે વાપીની ડુંગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. ડુંગરા પોલીસે વડોદરા અને સુરતના ૫ વિધર્મી યુવકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે સફાન ઝફર શેખ અને ફરીદ વાહિદ કોઠીયાવાલા નામના બે યુવકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફૈઝાન, વસીમ અને સલમાન નામના અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version