
પીએમ મોદીએ આજે ગુજરાતની ધરતી પરથી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો ટ્રાન્સફર કર્યો. આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા. જો કે જે ખેડૂતો આ યોજનાને પાત્ર હશે તેમના ખાતામાં જ આ પૈસા પહોંચશે.
પીએમ મોદીએ આજે સવારે લગભગ સાડા દસ વાગે ગુજરાતના બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન પ્રયોગશાળા અને ભારત બોવાઈન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પશુ ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે સવારે સાડા અગિયાર આસપાસ બનાસકાંઠામાં 14000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોની આધારશિલા મૂકી, તેમનું ઉદ્ધાટન કર્યું અને પછી તેને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ સાથે જ તેમણે બટન દબાવીને પીએમ કિસાન યોજના હેઠળ 19000 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી.પીએમ કિસાન યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. દર વખતે લાભાર્થીના ખાતામાં 2000 ટ્રાન્સફર કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1051 કરોડથી વધુની રકમ મળશે. જ્યારે દેશભરમાં કુલ 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ 18680 કરોડથી વધુ આર્થિક મદદ મળી રહી છે.
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો પીએમ મોદીએ રિલીઝ કરી દીધો છે. આ હપ્તા દ્વારા દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18690 કરોડ રૂપિયાથી વધુ રકમ સીધી જમા થઈ રહી છે. સરકાર વાર્ષિક 6000 રૂપિયા 2000 રૂપિયાના 3 હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.
જો તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો શું કરવું?
પીએમ કિસાન યોજના હેઠળ જો તમારા ખાતામાં 2000 રૂપિયાની રકમ તમારા ખાતામાં ન આવી હોય તો તો તમે આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઘરે બેઠા ચેક કરી શકો છો.
- સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
- હોમપેજ પર Farmers Corner માં જઈને Know Your Status પર ક્લિક કરો.
- તમારો રજિસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર અપાયેલા કેપ્ચા નાખો.
- ત્યારબાદ જે માહિતી માંગી હોય તે ભરો અને ઓટીપી દ્વારા તમારી ઓળખની પુષ્ટિ કરો.
- હવે તમે સરળતાથી હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકો છો.
- અહીં તમને ચૂકવણી થઈ કે નહીં તે અંગે માહિતી મળી શકે છે.
- બેંક ખાતામાં પૈસા પહોંચ્યા કે નહીં તેની પુષ્ટિ બેંકના મેસેજ, મોબાઈલ બેંકિંગ એપ, પાસબુક કે બેંક બ્રાન્ચ પર જઈને ચેક કરી શકાય છે.
- ફક્ત પોર્ટલ પર ચૂકવણીની વિગત જોવાનો એ અર્થ નથી કે ખાતામાં પૈસા પહોંચ્યા છે.
24 મો હપ્તો રિલીઝ થઈ ગયો પરંતુ છતાં તમારા ખાતામાં ટ્રાન્સફર ન થયો તો સૌથી પહેલા તમારે e-KYC અને જમીન મુદ્દે જાણકારી ચેક કરી લેવી.
ખેડૂતોની મદદ માટે હેલ્પલાઈન નંબર 155261 કે 011-24300606 આપેલા છો તેના પર ફોન કરી શકો છો.
આ ઉપરાંત પીએમ કિસાન પોર્ટલ (PM Kisan Portal) પર હાજર કિસાન ઈ-મિત્ર ચેટબોટથી પણ માહિતી મેળવી શકો છો.
