
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જન સેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણનના અંગત જીવનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પવન કલ્યાણ અને તેમના પત્ની અન્ના કોનિડેલા (Anna Konidela) એ લગ્નના 13 વર્ષ બાદ આપસી સહમતિથી અલગ થવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળો અને ટોલીવુડમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મોડી રાત્રે જારી એક સત્તાવાર સંયુક્ત નિવેદનમાં આ કપલે અલગ થવાની પુષ્ટિ કરી છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘અમે અમારા જીવનનો એક લાંબો અને મહત્વપૂર્ણ હિસ્સો સાથે પસાર કર્યાં બાદ, હવે આપસી સમજ અને સન્માન સાથે પોતાનો રસ્તો અલગ કરવાનો નિર્ણય લીધો છે. ભલે અમારો લગ્ન સંબંધ સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ અમે એક બીજાના સારા મિત્ર રહીશું અને અમારા બાળકો પ્રત્યે માતા-પિતા તરીકે પોતાની જવાબદારીઓ નિષ્ઠા સાથે નિભાવીશું. દંપત્તિએ મીડિયા અને પોતાના સમર્થકોને આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં તેમની નિજતાનું સન્માન કરવાની અપીલ કરી છે, જેથી તેમના બાળકોના ઉછેર પર તેની અસર ન પડે.’
