Site icon Time News

 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇ કાલે પણ ઉત્તર ગુજરાત. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગે હજુ પણ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. 7 એપ્રિલે વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાના કારણે 7 એપ્રિલથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. ઉલ્લખનિય છે કે, આજથી વરસાદનું જોર ઓછું થશે. હવામાન વિભાગના મોડલ મુજબ 5 એપ્રિલથી 7 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે.મોટાભાગના વિસ્તારમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાનમાં પણ એકાદ ડીગ્રીનો વધારો થશે જો કે 7 એપ્રિલ બાદ ફરી એક મજબૂત સિસ્ટમ આવતા 8 અને 9 એપ્રિલ વરસાદ વરસશે. આ સમય દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર વધુ ભાર રહેશે. આ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. એપ્રિલમાં સામાન્ય રીતે તાપમાનનો પારો 42ને પાર જતો હોય છે તેવી સ્થિતિમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત. યુપીમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના મોડલના અભ્યાસ અનુસાર 15 એપ્રિલ બાદ કમોસમી વરસાદ સંપૂર્ણ બંધ થઇ શકે છે અને તાપમાનનો પારો ઊંચે જતાં ઉનાળાની અસલ ગરમીનો અનુભવ થઇ શકે છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 10 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ છૂટછવાયો વરસતો રહેશે. 4 એપ્રિલ શનિવારના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,અમરેલી, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 દેશમાં વેધર પર્ટન બદલાઇ હોવાથી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વરસાદ અને હિમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પર્ટનની અસર ગુજરાત રાજ્ય પર પણ પડશે. તેથી ગુજરાતમાં 15 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને કેટલાક જિલ્લામાં આ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ વરશી શકે છે.  હવામાન વિભાગે  4એપ્રિલે કાશ્મીરમાં હિમવર્ષોની સંભવાના વ્યક્ત કરી છે.  ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણમાં પણ 15 એપ્રિલ સુધી હળવાથી મધ્યમ કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

7થી10 એપ્રિલ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસશે, કમોસમવી વરસાદ પડે તે પહેલા પવનની ગતિ પણ વધશે,. સૌરાષ્ટ્રમાં 40થી50 કિમી પ્રતિ કલાકની ઝડપે  પવન ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન ડિસ્ટર્બ રહે તેવી શકયતા છે આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટાના કારણે આ સમયે તાપમાનો પારો ગગડતાં ગરમીથી રાહત મળશે. જો કે 26 એપ્રિલ પછી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા

Exit mobile version