
ગુજરાતમાં સૂચિત નવી જંત્રીની જાહેરાત ગૂંચમાં પડી ગઇ છે. 1 એપ્રિલથી નવી જંત્રી અમલમાં લાવવાની સરકારની તૈયારી અટકી ગઇ છે. કેટલીક વહીવટી બાબત અને કેટલીક રાજકીય બાબતોના કારણે જાહેરાત અટકી પડી છે. 1 એપ્રિલના બદલે 15 એપ્રિલ બાદ જાહેરાત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.સરકારને જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે તો 1700 જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યાં છે. તેથી મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય થતા જંત્રીના નવા દર જાહેર કરાશે.
ઉલ્લેખનીય છે કે, સરકારે બજેટમાં જંત્રી વધારા મામલે રાહત આપતી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે 15 એપ્રિલથી નવા દરો અસ્તિત્વમાં આવે તેવી શક્યતા છે. છેલ્લે વર્ષ 2011માં જંત્રીના સરવે બાદના નવા દરો લાગુ થયા હતા. તે પછી વર્ષો સુધી સરવે નહીં થયા બાદ બે વર્ષ અગાઉ સરકાર દ્વારા જંત્રીના બમણા દરો લાગુ કર્યા હતા અને તે પછી સમગ્ર રાજ્યમાં વેલ્યુ ઝોન નક્કી કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીનો સરવે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો, Delhi: દિલ્હી હાર્યા બાદ AAPમાં મોટા ફેરબદલ, ગોપાલરાય ગુજરાતના પ્રભારી; સૌરભને દિલ્હીની કમાન
