Site icon Time News

 Entertainment: રેડ બ્રાલેટમાં અમાયરા દસ્તુરે આપ્યા કિલર પોઝ

અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી ફિલ્મો ઉપરાંત લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.



કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.



અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો.



જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં અને અમાયરાનું ડેબ્યૂ ખાસ ન રહ્યું. જોકે, અમાયરાએ હાર ન માની અને  મહેનત કરતી રહી.  

વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી. અમાયરાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો.



અમાયરા બોલીવુડમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

અમાયરા બોલિવૂડની સાથે સાથે સાઉથ સિનેમામાં પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

આ પણ વાંચો. GSTમાં સુધારા બાદ શેરબજારમાં તેજી, રોકાણકારોએ 15 મિનિટમાં કરી 4 લાખ કરોડની કમાણી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version