Site icon Time News

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આજથી લાગુ થશે નવા રેટ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી ચર્ચાઓ તો ચાલી જ રહી છે, ત્યાં જ સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવા મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation Ltd. – GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અત્યંત પ્રાથમિક જરૂરિયાત એવા દૂધમાં થયેલો આ ભાવ વધારો આજથી એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવશે.

અમૂલ (Amul Milk) દ્વારા જાહેર કરાયેલા નવા ભાવપત્રક મુજબ અલગ-અલગ કેટેગરીમાં દૂધ મોંઘુ થયું છે. જો લોકો દ્વારા સૌથી વધુ વપરાતા ‘અમૂલ તાજા’ દૂધની વાત કરીએ તો, 1 લિટરનો ભાવ જે અત્યાર સુધી 55 રૂપિયા હતો, તે હવે વધીને 57 રૂપિયા થઈ ગયો છે. જ્યારે તેની 500ML ની થેલી લેવા જશો તો તે હવે 28 રૂપિયાની જગ્યાએ 29 રૂપિયામાં મળશે. આ ઉપરાંત ‘અમૂલ ગોલ્ડ’ ની 500ML ની થેલીના ભાવમાં પણ 1 રૂપિયાનો વધારો થતા તે 34 થી 35 રૂપિયાની થઈ ગઈ છે. ચાના રસિયાઓ માટે ‘અમૂલ ટી સ્પેશિયલ’ દૂધનો 1 લિટરનો ભાવ 63 રૂપિયાથી વધારીને સીધો 66 રૂપિયા કરી દેવાયો છે. જ્યારે ભેંસનું દૂધ વાપરતા લોકો માટે 500ML નો ભાવ 37 રૂપિયાથી વધીને 39 રૂપિયા થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, અમૂલ દ્વારા મે 2025 પછી દૂધના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો ન હતો. લગભગ એક વર્ષ બાદ આ નિર્ણય લેવાયો છે. ફેડરેશનનું કહેવું છે કે પશુઓનો આહાર, દૂધનું પેકેજિંગ અને વાહનવ્યવહાર (બળતણ) પાછળનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે.

આ ઈનપુટ ખર્ચને પહોંચી વળવા માટે જ દૂધના વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% જેટલો સામાન્ય વધારો કરવો પડ્યો છે. જોકે, ગ્રાહકો માટે ભલે આ ખર્ચ વધ્યો હોય, પરંતુ દૂધ ઉત્પાદક ખેડૂતો માટે આ સારી વાત છે. અમૂલના નિયમ મુજબ, ગ્રાહકો પાસેથી મળતા 1 રૂપિયામાંથી 80 પૈસા (એટલે કે 80% હિસ્સો) સીધો જ પશુપાલકો અને ખેડૂતોને પરત આપવામાં આવે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://ચીનમાં જિનપિંગને મળ્યા ટ્રમ્પ, મીટિંગમાંથી નીકળ્યો તગડો મેસેજ – ‘અમે સાથે મળીને દુનિયાને…’

Exit mobile version