Site icon Time News

અમૂલ દૂધની 3 પ્રોડ્કટના ભાવમાં કરાયો ઘટાડો:અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિટલના 1 લિટરના પાઉચ પર આટલા રૂપિયાનો ઘટાડો

અમૂલ ડેરી દ્વારા છેલ્લા ઘણાં સમયથી દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં સતત વધારો કરી રહી છે. ત્યારે હવે પહેલીવાર અમૂલ ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રણ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં નજીવો ફેરફાર કરીને એક રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.

અમૂલ ડેરીએ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ દૂધની પ્રોડક્ટના 1 લીટરના પાઉચ પર 1 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે. અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા હતો. હવે નવો ભાવ 65 રૂપિયા થશે. અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયાથી ઘટાડીને અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા જાહેર કર્યો છે. અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા હતો જેમાં 1 રૂપિયાનો ઘટાડો કરતાં હવે અમુલ તાજા 1 લીટર પાઉચ 53 રૂપિયામાં મળશે. નવો ભાવ ઘટાડો આવતીકાલથી લાગુ થશે. 

Exit mobile version