
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ શહેરમાં અનેક વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ માટે મુલાકાતે આવ્યા છે. કુલ અંદાજે ₹1500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શુભારંભ દ્વારા કરવામાં આવશે.
સરખેજ વોર્ડમાં વિકસિત કરવામાં આવેલ ઓક્સિજન પાર્કનું પણ લોકાર્પણ આજે અમિત શાહ દ્વારા થશે. શહેરમાં હરીયાળી અને શુદ્ધ હવા માટે આ પાર્ક મહત્વપૂર્ણ સાબિત થશે.
વસ્ત્રાપુરમાં નવનિર્મિત નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ પણ આજે કરવામાં આવશે. તળાવના વિકાસથી વિસ્તારના સૌંદર્યમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારું રીક્રિએશન સ્પેસ મળશે.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જીવન આધારિત પુસ્તક “ચુનોતિયા મુજે પસંદ હૈ”નું વિમોચન પણ આજે કરવામાં આવશે.અમદાવાદ શહેર આજે વિકાસ, સંસ્કૃતિ અને સાહિત્યને સમર્પિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોની સાક્ષી બનશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કુલ 12 કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે.
