
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થશે. ચોમાસુ સક્રિય થતાં દેશમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં સાયકલોનની સર્ક્યુલેશનના કારણે અરબ સાગર પર સક્રિય થશે અને તારીખ 19 થી 22 માં દક્ષિણ સોરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદી ઝાપટા રહેશે. 6 ઓગસ્ટથી લઈને આગામી 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. 19 થી 22માં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે.
17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે. તારીખ 13 થી 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવુ નથી.
