Site icon Time News

નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલની આગાહી મુજબ આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન બની શકે છે. અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે વરસાદ નવરાત્રિ તહેવારમાં મજા બગાડી શકે છે. ખેલૈયાઓની મજા આ વર્ષે વરસાદ બગાડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, વરસાદી માહોલ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ચાલુ રહેશે. સપ્ટેમ્બરના અંતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. આગાહી મુજબ, નવરાત્રિની શરૂઆતમાં ગરમી રહેશે, ત્યારબાદ વાદળછાયું વાતાવરણ રહેશે અને અંતિમ નોરતાઓમાં વરસાદ પડી શકે છે, જેનાથી ગરબાના આયોજનો પર અસર થઈ શકે છે.

Exit mobile version